Sensex

વિગતવાર સમાચાર

મીઠોઈના પાટીયા પાસે ઈકો મોટરની ઠોકરે ચઢેલા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ

સોમવારે સવારે રોડ ક્રોસ કરતી વખતે બન્યો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર-ખંભાળિયા રોડ પર મીઠોઈ ગામના પાટીયા પાસે સોમવારે સવારે રોડ ક્રોસ કરતા ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સિક્કામાં રહેતા એક યુવાનને ઈકો મોટરે ઠોકરે ચઢાવ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ પરથી ઈકોચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મીઠોઈ ગામના પાટીયા પાસેથી સોમવારે સવારે મૂળ ઉત્તરપ્રદેશના ઓરીયા તાલુકાના પાતા ગામના રહેવાસી પ્રશાંતભાઈ રામનરેશ (ઉ.વ.૩૧) નામના યુવાન રોડ ક્રોસ કરી રહ્યા હતા.

હાલમાં સિક્કામાં વસવાટ કરવા ઉપરાંત ખાનગી નોકરી કરતા આ યુવાનને જીજે-૩૭-એમ ૧૩૨૦ નંબરની ઈકો મોટરના ચાલકે ઠોકર મારી દીધી હતી. રોડ પર ફેંકાઈ ગયેલા પ્રશાંતભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. હાલમાં સુરતમાં રહેતા મૃતકના મોટાભાઈ સોમિત રામનરેશે મેઘપર પોલીસ સ્ટેશનમાં ઈકો મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial