Sensex

વિગતવાર સમાચાર

ભિષણ યુદ્ધના ભણકારા વચ્ચે શેરબજાર સવારે ધડામ... સોના-ચાંદીમાં પણ મોટો કડાકો

ક્રૂડ ૧૧૦ ડોલરનેે પારઃ રૂપિયો તળિયે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૦: ઈરાન-અમેરિકા વચ્ચે ફરીથી ભિષણ યુદ્ધના ભણકારાના કારણ આજે સવારે સન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો બોલ્યો હતો. ક્રૂડ ઓઈલ ૧૧૦ ડોલરને પાર પહોંચ્યું છે, જ્યારે ડોલર સામે રૂપિયો ૯૬.૮૯ ના તળિયે પહોંચ્યો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ એક વાર ભિષણ યુદ્ધ ભકડવાની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં મોટાપાયે ઈંધણના સંકટની સ્થિતિ સર્જાવાની શક્યતા છે, ત્યારે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી અનકે દેશોની અર્થવ્યવસ્થા માટે પણ મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે, જેના લીધે કરન્સીની વેલ્યુ ઘડી રહી છે અને મોંઘવારી વધી રહી છે.

આજે શેરબજાર ખૂલતા જ તેમાં કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો બોલાયો હતો, જ્યારે ડોલર સામે રૂપિયાએ નવી બોટમ બનાવી છે. આજે શેરબજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સમાં ૬૭૧ પોઈન્ટનો કુલ કડાકો બોલાયો હતો. સેન્સેક્સનું જુનુ ક્લોઝિંગ ૭પ,ર૦૦.૮પ હતું જે આજે ૭૪,પર૯.૪૧ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટીનું જુનું ક્લોઝિંગ ર૩,૬૧૮.૦૦ હતું જે આજે ર૧,૩૯૭.૩૦ ના લેવલ સુધી તૂટ્યો હતો. આજે નિફ્ટીમાં કુલ રર૧ પોઈન્ટ જેટલો કડાકો બોલાયો હતો, જો કે પછી બન્નેમાં રિકવરી જોવા મળી હતી.

આજે ચાંદીમાં કુલ ૩ર૬૯ રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે સોનામાં ૧૧ર૧ રૂપિયા ઘટાડો નોંધાયો હતો. બન્ને કિંમતી ધાતુઓ હાલમાં સાઈડ વેમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં ૧,૬૦,૦૦૦ ની સપાટીથી નીચે છે, જ્યારે ચાંદી ર,૭૦,૦૦૦ ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ઉછાળાની સ્થિતિ યથાવત્ રહી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઈલ ૧૧૦ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, તેમાં ઘટાડાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

ટ્રમ્પની ઈરાન પર હુમલાઓની ધમકીઓ વચ્ચે હજુ પણ ક્રૂડ ઓઈલમાં મોટો ઉછાળો આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ રૂપિયો દિવસે ને દિવસે ડોલર સામે તૂટતો જઈ રહ્યો છે, જેના કારણે દેશ ભયંકર આર્થિક મંદીના ભરડા તરફ ધકેલાતો દેખાઈ રહ્યો છે. દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

હાલમાં રૂપિયો એક ડોલરની સામે ૯૬.૮૯ ના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે જે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત નથી. રૂપિયો નબળો પડવાને કારણે અને ક્રૂડ ઓઈલ સતત મોંઘુ થવાને લીધે ભારત માટે પેટ્રોલિયમ પેદાશો અને અન્ય જરૂરી વસ્તુઓની આયાત ઘણી ખર્ચાળ બની જશે. આર્થિક નિષ્ણાતોના મતે જો મિડલ ઈસ્ટમાં તણાવ જલ્દી શાંત નહીં થાય, તો મોંઘા ડોલર અને ક્રૂડની આ બેવડી અસર ભારતીય અર્થતંત્ર પર ભારે દબાણ લાવશે અને આગામી દિવસોમાં દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial