
અપના વક્ત બદલના હૈ, મુજે 'અફસર' બનના હૈ
જામનગરની મોદી સ્કૂલની વિદ્યાર્થિની મિનાક્ષીબા વાઘેલાએ ગુજરાત બોર્ડની ધો. ૧૨ કોમર્સની પરીક્ષામાં ૯૩.૪૪ ટકા ગુણ તથા ૯૯.૫૬ પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી વાઘેલા પરિવારનું ગૌરવ વધાર્યું છે તથા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે.
મિનાક્ષીબાના પિતા રામદેવસિંહ વાઘેલા રિક્ષા ચલાવે છે તથા માતા પ્રજ્ઞાબા ગૃહિણી હોવાની સાથે અમુક ઘરમાં મેઈડ તરીકે પણ કાર્યકરત છે. વિકટ આર્થિક સંજોગો વચ્ચે પણ ઊંચુ પરિણામ મેળવી મિનાક્ષીબાએ પરિશ્રમ એ જ પારસમણિ સૂત્રને સાબિત કરી બતાવ્યું છે.
મિનાક્ષીબાને રાધિકાબા અને નિરાલીબા એમ બે નાની બહેન પણ છે રાધિકાબા ધો. ૯, જ્યારે નિરાલીબા ધો. ૬માં અભ્યાસ કરે છે. મિનાક્ષીબાએ ઝળહળતું પરિણામ મેળવી માતા-પિતાના સંઘર્ષને સાર્થક કરવાની સાથે જ નાની બહેનો માટે પણ પ્રેરણામૂર્તિ બનવાનું કાર્ય કર્યું છે એમ કહી શકાય.
ઉલ્લેખનિય છે કે વાચનનો શોખ ધરાવતા મિનાક્ષીબાએ કોચીંગ કે ટ્યુશન ક્લાસ વગર નિયમિત પરિશ્રમથી એ-વન ગ્રેડ મેળવ્યો છે. મિનાક્ષીબા જીપીએસસી પરીક્ષા પાસ કરી અધિકારી બનવાનું લક્ષ્ય ધરાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ કપરી હોય, મિનાક્ષીબા પોતાના લક્ષ્ય સુધી પહોંચવા યોગ્ય માર્ગદર્શન સાથે જ શિષ્યવૃત્તિ સમાન સહાયની જરૂર છે. વાઘેલા પરિવારને રાજપૂત સમાજના ભામાશાઓ પાસે મદદની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. બધી વિટંબણાઓ વચ્ચે પોતાના પરિશ્રમ અને પ્રતિભાના બળે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે મિનાક્ષીબા પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial