
વૃદ્ધ તણાયાની ઘટના પછી તંત્ર એકશનમાં
દ્વારકા તા. ૧૮: યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજેતરમાં પાણીના વહેણમાં એક વૃદ્ધ તણાયાના વાયરલ બનેલ વીડિયો બાદ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તંત્ર દ્વારા મહત્ત્વના પગલાં ભરવામાં આવ્યા છે. ગોમતી નદી પરના જૂના ૧૬ ઘાટો પૈકી શરૂઆતના ત્રણ ઘાટ અત્યંત જોખમી ગણાતા હોય, વહીવટી તંત્ર દ્વારા આ ત્રણયેલ ઘાટ પર યાત્રિકોના ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે અને દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા પ્રથમ ત્રણ જોખમી ઘાટ પર મજબૂત દોરડાઓ બાંધી આડસ ઊભી કરી દેવામાં આવી છે. આ સાથે જ ઘાટ પર પૂરતી તકેદારીના ભાગરૂપે પોલીસ અને ફાયર વિભાગની ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે સ્થાનિક તંત્ર દ્વારા દ્વારકા આવતા તમામ શ્રદ્ધાળુઓને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરી જોખમી ઘાટ પર ન્હાવાનું સાહસ ન ખેડવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial