Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દુનિયામાં દરિયાઈ પરિવહનની મહત્ત્વપૂર્ણ સમુદ્રધુનીઓ (સ્ટ્રેટ્સ) અને તેની તવારીખ...

હોર્મુઝ સ્ટ્રેટ જેવી અન્ય ઘણી સમુદ્રધુનીઓ વિશ્વના વ્યાપાર અને પરિવહનને ધબકતું રાખે છે...

                                                                                                                                                                                                      

રવિવાર અને ૧૪ જૂન ર૦ર૬નો દિવસ આખી દુનિયાને રાહત અપાવનારો નિવડ્યો હતો રવિવારે અમેરિકા અને ઈરાને યુદ્ધ અટકાવવાની જાહેરાત કરીને ચોક્કસ મુદ્દાઓ ઉપર સમજુતિ સધાઈ અને જે વિવાદાસ્પદ કે ચર્ચાપાત્ર મુદ્દાઓ છે, તેના સંદર્ભે 'સંવાદ' કરીને ૬૦ દિવસ પછી ઈરાન-અમેરિકા વચ્ચે અંતિમ શાંતિકરાર કરવાનું નક્કી થઈ ગયું હોવાના અહેવાલો આવ્યા તે પછી આ અંગે અમેરિકા અને ઈરાન તરફથી ડિજિટલ હસ્તાક્ષર થયા હતા.

આ શાંતિ સમજુતિ થયા પછી તરત જ ક્રૂડના ભાવોમાં ઘટાડો થયો અને વિશ્વભરની માર્કેટોમાં તેજી આવી હતી, જેનું કારણ હતું હોર્મુઝ સ્ટ્રેટ હવે ખુલી જશે, તેવી જાહેરાત!

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ

હકીકતે ભારત, ચીન સહિતના ઘણાં મોટા દેશો તથા નાના રાષ્ટ્રસમૂહો પણ ઈરાન નજીક આવેલી હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગે મીડલ ઈસ્ટના દેશો પાસેથી ખરીદેલા ક્રૂડ અને ગેસનો પુરવઠો મંગાવતા હતાં. અમેરિકા-ઈરાન યુદ્ધ પછી ઈરાને આ દરિયાઈ વિસ્તારમાં માઈન્સ બિછાવી, વહાણોની અવર-જવર અવરોધી, તો તેની સામે અમેરિકાએ નાકાબંધી કરી. આ કારણે આખી દુનિયામાં ઈંધણની તંગી ઊભી થવાની દહેશતના કારણે મોંઘવારી વધી ગઈ, તો બીજી તરફ આ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા વહાણો પર હુમલાઓ થતા કેટલાક વહાણો સળગ્યા, ડૂબ્યા, તો કેટલાક ભારતીયો સહિતના નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા.

સંશય વચ્ચે સમજુતિ

આ કારણે વિશ્વભરમાં અમેરિકા-ઈરાન યુદ્ધ થંભી જાય અને ઈંધણનો પુરવઠો પૂર્વવત થઈ જાય, તેવી અપેક્ષા ઊભી થઈ અને બન્ને તરફ વૈશ્વિક દબાણ પણ વધ્યું, તો બીજી તરફ બન્ને દેશોએ (ઈરાન અને અમેરિકાએ) ઈઝરાયલને એક તરફ રાખીને આ સમજુતિ કરી લીધી, અને તે માટે ડીલ ફાયનલ થતી હતી, ત્યારે જ ઈઝરાયલે બૈરૂત પર કરેલા હુમલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પે વખોડયો. એ પછી જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. હવે શું થશે, અને આ સમજુતિ કેટલી ટકશે, તેવા પ્રશ્નો અને સંકાઓ વચ્ચે મળેલી આ રાહત સમગ્ર વિશ્વ સમુદાય માટે મહત્ત્વપૂર્ણ હતી. ૧૬ મી જૂને જ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ચોખવટ કરી કે ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા સંમત થઈ જ ગયું છે, અને ૩૦૦ અબજ ડોલરની વાતો અફવા જ છે, તેથી સંસય પણ ઊભો થયો હતો.

દરિયાઈ માર્ગોનું મહત્ત્વ

આ યુદ્ધના પરિણામે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા જ આખી દુનિયા ગુંગળાવા લાગી હતી, તે જોતા એ પૂરવાર થઈ ગયું કે દરિયાઈ માર્ગો કોમર્શિયલ પરિવહન અને ટુરિઝમ માટે પણ કેટલા મહત્ત્વપૂર્ણ છે. ઈંધણનો જંગી જથ્થો દરિયાઈ માર્ગે ખૂબ જ સુરક્ષિત અને ઝડપથી લઈ જઈ શકાય છે, અને તેનો વિકલ્પ સડક માર્ગો, ટ્રેનો અને હવાઈ માર્ગો પૂરેપૂરી રીતે ક્યારેય બની શકે તેમ નથી. જો કે, એ ત્રણેય માર્ગો પણ ઉપયોગમાં લેવાય જ છે, પરંતુ ઈંધણ જેવા જવલનશીલ પદાર્થો અને દારૂગોળા જેવા સ્ફોટક પદાર્થોનું પરિવહન સૌથી વધુ દરિયાઈ માર્ગે જ વધુ સુરક્ષિત ઢબે કરી શકાય છે, તે હકીકત છે.

આ કારણે આપણે એ પણ જાણવું જોઈએ કે દુનિયામાં દરિયાઈ માર્ગો પૈકી હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વપૂર્ણ કેટલા સ્થળો છે અને તે ક્યાં આવેલા છે. આ ઉત્કંઠા હવે માત્ર કોલેજિયનો કે અભ્યાસુઓ જ નહીં, તમામ વર્ગોમાં જોવા મળી રહી છે.

દુનિયામાં પેટ્રોલિયમ પદાર્થો, ઊર્જા અને માલ-સામાનનું દુનિયાના જુદા જુદા મહાસાગરો દ્વારા થાય છે, અને આ સમુદ્રો પૈકી બે સમુદ્રોને જોડતા થોડા સાંકડા માર્ગને 'સમુદ્રધુની' કહેવાય છે. બે ગલ્ફને આ દરિયઈ માર્ગજોડે છે. આ 'સમુદ્રધુની'ને અંગ્રેજીમાં સ્ટ્રેટ કહેવાય છે. વિશ્વમાં આ પ્રકારના આઠ જેટલા મુખ્ય 'સ્ટ્રેટ' અથવા 'સમુદ્રધુની' છે, જે વૈશ્વિક વહાણવટા અને દરિયાઈ પરિવહન માટે ઘણાં જ મહત્ત્વપૂર્ણ છે. આ સમંદ્રધુનીને હિન્દી ભાષામાં 'જલડમરૂ મધ્ય' કહેવાય છે. જો કે, નાના-મોટા મળીને દુનિયામાં ર૦૦ જેટલા 'સ્ટ્રેટ' હશે, પરંતુ તેમાંથી હોર્મુઝ ઉપરાંત અન્ય આઠ જેટલા મુખ્ય સ્ટ્રેટ છે.

મલક્કા સ્ટ્રેટ

મલક્કા સ્ટ્રેટ અંદામાન સાગર અને પ્રશાંત મહાસગર (ચીન મહાસાગર) ને જોડે છે. આ સ્ટ્રેટ પણ દુનિયાના મહત્તમ વ્યસ્ત સ્ટ્રેટ ગણાય છે. આ સ્ટ્રેટ ઈંડોનેશિયા, સુમાત્રા, હિન્દ મહાસાગર અને દક્ષિણ ચીન સાગર (પ્રશાંત મહાસાગર) ને જોડે છે.

બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ

બાબ-અલ-મંદેલ સ્ટ્રેટ રેડ સી અથવા લાલસાગરને અરબી સમુદ્રના ગલ્ફ ઓફ અદનને જોડે છે. આ જળમાર્ગ યુરોપ અને એશિયા વચ્ચે વ્યાપારનો મુખ્ય માર્ગ છે, જેને 'આંસુઓનું દ્વાર' પણ કહેવામાં આવી છે. આ જળમાર્ગ યમનના અરબ પ્રાદ્વીપ અને અમે આફ્રિકાના જિભુતીને ઈરિટિયાથી અલગ કરે છે. સુએજ નહેરના એક ભાગ એશિયા અને યુરોપની વચ્ચે સુએજ નહરના એક ભાગ એશિયા અને યુરોપની વચ્ચે જોડાય છે. વૈશ્વિક વ્યાપારનો લગભગ ૧૦ થી ૧ર ટકા ભાગ તથા કાચું તેલ (ક્રૂડ) નો મોટો હિસ્સો પણ અહીંથી જ નીકળે છે.

જિબ્રાલ્ટર સ્ટ્રેટ

જિબ્રાલ્ટર સ્ટ્રેટ અટલાંટિક મહાસાગર અને ભૂમધ્ય સાગરને જોડે છે. આ સ્ટ્રેટ યુરોપ અને આફ્રિકાને જોડતી મહત્ત્વપૂર્ણ જલકડી છે, જેને 'ભૂમધ્ય મહાસાગરની ચાવી' પણ ગણવામાં આવે છે. આ સ્ટ્રેટની ઉત્તરમાં સ્પેન છે, અને બ્રિટીશ વિદેશી ક્ષેત્ર જિબ્રાલ્ટર છે, જ્યારે દક્ષિણમાં આફ્રિકન દેશ મલરક્કો છે.

આ જલસંધિ અંતર્ગત અપ્લાંટિક મહાસાગરનું પાણી ભૂમધ્ય મહાસાગરમાં જાય છે. જો આ સ્ટ્રેટ ન હોય તો ભૂમધ્ય સાગર સૂકાઈને ઝરણામાં બદલી શકે છે, તેમ ઘણાં લોકો માને છે.

પાક સ્ટ્રેટ

પાક સ્ટ્રેટ ગલ્ફ ઓફ બંગાળ અને અરબી સમુદ્રના મન્નારના ગલ્ફને જોડે છે. આ દરિયાઈ માર્ગ ભારતને શ્રીલંકાથી અલગ કરે છે. મતલબ કે ભારત અને શ્રીલંકા વચ્ચેથી પસાર થાય છે. આ સ્ટ્રેટને સાંકળતી જલસંધિ ભારતના તમિલનાડુ અને શ્રીલંકાના જાફરા પ્રાન્ત વચ્ચે થઈ છે. આ સ્ટ્રેટ ગલ્ફય ઓફ બંગાલને ગલ્ફ ઓફ મન્નાર અને ગલ્ફ ઓફ પાકને જોડે છે. આ સ્ટ્રેટનું નામ બ્રિટિશ શાસન સમયે રખાયું હતું. અહીંની ભૌગોલિક સ્થિતિના કારણે મોટા જહાજો પસાર થઈ શકતા નથી.

બેરીંગ સ્ટ્રેટ

બેરીંગ સ્ટ્રેટ આર્કટીક મહાસાગર અને બેરીંગ સાગરને જોડે છે. આ સ્ટ્રેટ રશિયાને અમેરિકાના અલાસ્કા સાથે જોડે છે, અને એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. આ સાંકીર્ણ સમુદ્રધુની છે, જ્યાં રશિયાનો લિગ ડાયોમેડ ટાપુ અને અમેરિકાનો લિટલ ડાયોમેડ ટાપુ આવેલા છે. આ બન્ને જલસંધિ થયેલી છે, અને અહીંથી જ ઈન્ટરનેશ ડેઈટ લાઈન (આંતરરાષ્ટ્રીય તિથિરેખા) નીકળે છે.

ડોવર સ્ટ્રેટ

ઈંગ્લીશ ચેનલ અને નોર્થ સી (ઉત્તરી સાગર) ને જોડતો ડોવર સ્ટ્રેટ યુ.કે. અને યુરોપિય દેશ ભૂ-ભાગની વચ્ચેનો સૌથી સાંકડો માર્ગ છે. આ વિશ્વનો સૌથી વ્યસ્ત સમુદ્ર માર્ગ છે. દુનિયાનો રપ ટકા દરિયાઈ વ્યાપાર અહીંથી થાય છે. આ સ્ટ્રેટ યુ.કે.ના કેન્ટ ક્ષેત્રમાં ડોવર શહેર અને ફ્રાંસના તટ વચ્ચે સ્થિત છે.

ડેનમાર્ક સ્ટ્રેટ

ડેનમાર્ક સ્ટ્રેટ અટલાટિક મહાસાગર અને આર્કટિક મહાસાગરને જોડે છે, અને ગ્રીનલેન્ડ તથા આઈસલેન્ડ વચ્ચે છે તથા ઈર્મિગર સાગરને ગ્રીનલેન્ડ સાગર સાથે જોડે છે. અહીં દુનિયાનો સૌથી ઊંચો અંડરવોટર વોટરફોલ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ ૧૯૪૧ માં અહીં જર્મની અને ગ્રેટબ્રિટનની સેનાઓ વચ્ચે ખૂબ જ પ્રચલીત 'બેટલ ઓફ ડેનમાર્ક સ્ટ્રેટ' થયું હતું.

ટર્કિશ સ્ટ્રેટ

કાળા સાગર (બ્લેક સી) અને એજિયન સાગરને જોડતો ટર્કિશ સ્ટ્રેટ બોસ્પોરસ અને ડાર્ડા નેલ્સને સાંકળે છે. આ સ્ટ્રેટને સાંકળતી તુર્કીની જળસંધીઓ ભૂ-રાજનીતિને પ્રભાવિત કરે છે. આ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સ્ટ્રેટ પૈકી બોસ્ફોટ્સ સ્ટ્રેટ ઈસ્તંબુલ શહેરની વચ્ચોવચ્ચથી નીકળે છે, અને કાળાસાગરને મરમરા સાગર સાથે જોડે છે, જ્યારે ડાર્ડાનેલ્સ સ્ટ્રેટ મરમરા સાગરને એજિયન સાગર સાથે જોડે છે.

આ તમામ સ્ટ્રેટ્સ, જલડમરૂ મધ્ય અને સમુદ્રધુનિઓ વિશવના દરિયાઈ ટ્રાફિકની ધોરીનસો જેવી અગત્યતા ધરાવે છે, અને એવા શોર્ટકટ્સ (ટૂંકા રસ્તાઓ) છે, તેના કારણે દરિયાઈ પરિહન સરળ, સુરક્ષિત અને સસ્તુ પડે છે, અને તેનો વિકલ્પ ઘણો જ અસુરક્ષિત, મોંઘો અને ક્યારેક લગભગ અશક્ય બને છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial