
ગુરૂપૂજન-રકતદાન સહિત વિવિધ કાર્યક્રમોઃ
જામનગર તા. ૨૮: શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્યપીઠ તરીકે ઓળખાતી છોટીકાશી જામનગરની પવિત્ર ભૂમિ પર આવેલા શ્રી ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર)માં પવિત્ર ગુરૂ પૂર્ણિમા ઉત્સવની અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ધામધૂમથી ઉજવણી માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદ્ગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજના પાવન અને પ્રેરણાદાયી સાનિધ્યમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવનો તા. ૨૯,જુલાઈ,૨૦૨૬ના બુધવારે સવારે ૯ વાગ્યાથી ઉજવણીનો પ્રારંભ થશે. આ પવિત્ર દિવસે દેશ-વિદેશથી હજારો પ્રણામી ધર્માવલંબીઓ તથા સ્થાનિક શ્રદ્ધાળુઓ પોતાના સદ્ગુરૂના ચરણોમાં શીશ નમાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારશે. ખીજડા મંદિરમાં સવારે ૯ વાગ્યાથી મંદિર પરિસરમાં પરંપરાગત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સદ્ગુરૂ પૂજન, આરતી અને ગુરૂવંદના યોજાશે. ત્યારબાદ જગદ્ગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ ભક્તોને આશીર્વચન પાઠવશે.
ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ સ્થિત બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં સવારે ૯:૦૦ વાગ્યાથી ગુરૂ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન કેમ્પમાં સર્વે ભક્તો અને શહેરીજનોને રક્તદાન કરી માનવ જિંદગી બચાવવા આહવાન કરાયું છે.
શ્રી ૫ નવતનપુરી ધામ સંત સભા તેમજ ટ્રસ્ટ દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતા તથા સમસ્ત સુંદરસાથજી ભાવિકોને આ ગુરૂ પૂજન, રક્તદાન કેમ્પમાં લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial