Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વામ્બે આવાસ પાસે ઘોડીપાસા વડે જુગાર રમતા સાત શખ્સને પકડી પાડતી એલસીબી

રોકડ, બાઈક, મોબાઈલ મળી રૂ।.દોઢ લાખનો મુદ્દામાલ જપ્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના વામ્બે આવાસ પાસે ગઈકાલે રાત્રે એલસીબીએ પાડેલા દરોડામાં સાત શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા મળી આવ્યા છે. પટમાંથી રોકડ, સાત મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ।.૧,૫૨,૮૫૦નો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા વામ્બે આવાસ નજીક ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો એકત્ર થઈ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે પીઆઈ વી.બી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ વામ્બે આવાસમાં બ્લોક નં.ર પાસે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી અસલમ અબ્બાસભાઈ બાબવાણી, નૌશાદ વલીમામદ સુધાગુનીયા, જાવેદ જુનસભાઈ સુંભણીયા, શામળાભાઈ કારાભાઈ સઠીયા, ફિરોઝ કાદરભાઈ સોહરવદી, કાદર અબ્બાસભાઈ બાબવાણી, રહીમ જુસબભાઈ બાબવાણી નામના સાત શખ્સ ઘોડીના પાસા ફેંકી જુગાર રમતા મળી આવ્યા હતા. એલસીબીએ રૂ।.૧૭,૮૫૦ રોકડા, બે બાઈક, સાત મોબાઈલ મળી કુલ રૂ।.૧,૫૨,૮૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે. તમામ સામે સિટી સી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial