Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ડેન્ટલ કોલેજના ઉચાપત પ્રકરણમાં કોર્ટમાં રજૂ કરાયો આરોપીનો વીડિયો

આગામી ગુરૂવારે અદાલત કરશે હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરની ડેન્ટલ કોલેજના રૂ।.૧.૩૯ કરોડના ઉચાપત કેસમાં ગઈકાલે ત્રણ ફોજદારોએ પોતાના ખુલાસામાં એક આરોપીના વીડિયોને અદાલત સમક્ષ રજૂ કર્યાે હતો. તે વીડિયોને માન્ય પુરાવા તરીકે ગ્રાહ્ય ન રાખવા આરોપીના વકીલે દલીલ કરી હતી. ત્યારપછી આગામી તા.૩૦ના દિવસે આરોપીની જામીન અરજી અંગે હુકમ મુકર્રર કરાયો છે.

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રૂ।.સવા કરોડથી વધુની રકમના ઉચાપતના નોંધાયેલા ગુન્હામાં કરાર આધારીત કર્મચારી શોભિત ગર્ગ દ્વારા જામીનમુક્ત થવા કરાયેલી અરજી પછી આ કેસમાં ડેન્ટલ કોલેજના ડીન સામે કેમ ગુન્હો નોંધવામાં આવ્યો નથી તેવો પ્રશ્ન અદાલત દ્વારા પૂછવામાં આવ્યો હતો અને ત્રણ ફોજદારને ખુલાસો કરવા સૂચના આપવામાં આવી હતી.

ત્યારપછી ગઈકાલે અદાલત સમક્ષ પીએસઆઈ કેશવાલા, ઠાકોર તથા ખલીફા દ્વારા વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. તે વીડિયોમાં આરોપી શોભિત ગર્ગ કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરતો હોય તેમ બોલી રહ્યો છે. તે વીડિયો સામે આરોપી શોભિત ગર્ગના વકીલે વાંધો લીધો હતો અને આ વીડિયો ડીન દ્વારા ઉતારવામાં આવ્યો છે તેમ જણાવાયંુ હતું.

ઉપરોક્ત વીડિયો કઈ પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યો તે સ્પષ્ટ નથી તેથી તેને માન્ય પુરાવા તરીકે ગ્રાહ્ય ન રાખવા દલીલ કરવામાં આવી હતી. અદાલતે આગામી ગુરૂવારે આ અંગે હુકમ કરવાનું નક્કી કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial