સાપ્તાહિક:
આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કૌટુંબિક-પારિવારિક કાર્યો બાબતે આપ સક્રિય બનતા જણાવ. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. ત. ૩૦ થી ર સ્વાસ્થ્ય સુધરે. તા. ૩ થી પ પારિવારિક કાર્ય થાય.