સાપ્તાહિક:
તમારા માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે નસીબનો સહારો લેવા કરતા મહેનત ઉપર વધારે ધ્યાન આપજો. આપ જેટલો પરિશ્રમ કરશો, તેટલું પરિણામ પ્રાપ્ત કરી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા-મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે, તેના સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા. ૩૦ થી ર આનંદદાયી. તા. ૩ થી પ કાર્યશીલ.