સાપ્તાહિક:
તમારા માટે સુખમય પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત વધારવી પડે. લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. તા. ૧૪ થી ૧૭ આરોગ્ય સાચવવું. તા. ૧૮ થી ર૦ સુખદ.