સાપ્તાહિક:
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી બની રહેવા પામે. પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો. ભૌતિક સુખ-સગવડ, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. તા. ૧૪ થી ૧૭ આનંદિત. તા. ૧૮ થી ર૦ લાભદાયી.