સાપ્તાહિક:
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યર્થ અથવા કારણોસર ભાગદોડ-દોડધામ રહે. વ્યાપાર-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ દૂષિત રહે. દાંપત્યજીવનમાં ચકમક ઝરી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા કરે. તા. ૧૪ થી ૧૭ દોડધામ રહે. તા. ૧૮ થી ર૦ સારી.