સાપ્તાહિક:
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવીને મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થી વર્ગને શુભ સમચાર મળે. સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૦ સાનુકૂળ.