સાપ્તાહિક:
તમારા માટે વ્યાવસાયિક ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. પડવા-વાગવાથી સાચવવું. વાહન ચલાવવામાં તકેદારી દાખવવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. તા. ૩૦ થી ર લાભદાયી. તા. ૩ થી પ ખર્ચાળ.