સાપ્તાહિક:
આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૧૪ થી ૧૭ નાણાભીડ. તા. ૧૮ થી ર૦ સાનુકૂળ.