દૈનિક:
તા. ૦૩-૦૧-ર૦૨૫, શુક્રવાર અને ૫ોષ સુદ-૪ :
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં સહકાર રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૮
સાપ્તાહિક:
આપના માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આરોગ્ય આપનું સાથ છોડતું જણાય. સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બને અન્યથા ડોક્ટરની ફરજિયાત મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી આ સમયમાં શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના, કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બાંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રોથી લાભ થાય. તા. ૩૦ થી ૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩ થી પ સાનુકૂળ.