દ્વારકા જિલ્લામાં ખેતીની જમીન વેચાણ-વહેંચણીની માપણીમાં ગંભીર અવ્યવસ્થા

ખંભાળીયા તા. ૨૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતીની જમીનના વેચાણ તથા વહેંચણીના કિસ્સાઓમાં માપણીમાં ગંભીર અવ્યવસ્થા હોય વર્ષોથી હજારો ખેડૂતોની માપણીના કેસ પેન્ડીંગ હોય વીરમદડના સરપંચ આહિર આગેવાન ખીમભાઈ આંબલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

દ્વારકા જિલ્લામાં રીસર્વેની કામગીરી બાબતે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં છ વર્ષ થવા છતાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થઈ નથી.

હાલ ખેતીની જમીન વેચાણ કે ભાઈઓ ભાગની જમીનના ભાગ પડે ત્યારે ૧૩૫ ડી. નોટીસ પછી ૭-૧૨ તથા ૮ નંબરમાં નોંધી પડાવવા માટે ખેડૂતે ઈ-ચલણ ભરીને માપણી કરાવવી પડે છે.

માપણી શાખામાંથી ખેડૂતના ખેતરની માપણી કરવા માટે સર્વેયર દ્વારા સ્થળ સ્થિતિ તથા રી-સર્વેમાં વિસંગતતા બતાવીને ત્યારે ફરીથી ફી ભરીને માપણી કરાવવી પડશે તેમ કહેવાય છે.

આમ સરકારના નિયમોથી જ રી-સર્વે થાય છે તેના નિયમથી જ હિસ્સા, માપણી ફરજીયાત કરાવાય છે. ત્યારે સરકારના માપણી ખાતાના વાંકે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન તથા અંદરો અંદર ઝઘડા થતા હોય હિસ્સા માપણી સાથે રી-સર્વેની ક્ષતિ પણ સુધારવામાં આવે તેવી માંગ કરાઈ છે.

હાલ હજારો ખેડૂતો માપણી ફી ભરીને રાહ જોતા બેઠા છે ક્યારે ભાગ પડે?

close
Ank Bandh
close
PPE Kit