સચાણામાં પાડોશી વચ્ચે જામી પડતાં બેને ઈજાઃ સામસામી ફરિયાદ નોંધાઈ

ધંધાખારના કારણે હુમલાની એક પક્ષની કેફિયત

જામનગર તા. ૧૦ઃ જામનગરના સચાણા ગામમાં ગઈકાલે બે પાડોશીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર શખ્સ અને બે મહિલા સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં મહમદ અયુબભાઈ કકલ નામના વાઘેર યુવાનના પત્ની સાથે ગઈકાલે બપોરે પાડોશી નઝીર તેમજ શબ્બીર, એઝાઝ અને હાજરાબેન નામના વ્યક્તિઓ બોલાચાલી કરતા હતા. આ વેળાએ મહમદભાઈ વચ્ચે પડતાં તેઓને માથામાં ધોકો ફટકારવામાં આવ્યો હતો. પોલીસે તેઓની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ફરિયાદની સામે નઝીરહુસેન યાસીન બશરે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ નઝીર અને મહમદઅયુબ બન્ને માછીમારીનો વ્યવસાય કરે છે. જેમાં મહમદનો વ્યવસાય બરાબર ચાલતો ન હોય ધંધાખારના કારણે ગઈકાલે મહમદ તથા તેના પત્ની સમીમબાનુએ નઝીર તથા શબ્બીર પર હુમલો કરી પાઈપ, ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યો હતો. પંચકોષી એ ડીવીઝન પોલીસે આ ફરિયાદ પણ રજિસ્ટરે લીધી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit