કાલાવડ- જામજોધપુરમાં એક-એક ઈંચ વરસાદ

જામનગર તા.૧ ઃ જામનગર જિલ્લામાં હજુ પણ છુટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. આ દરમ્યાન એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ગઈકાલે કાલાવડમાં એક ઈંચ (૨૫ મી.મી.) અને જામજોધપુરમાં પણ ૨૧ મીમી વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત ગામડાઓમાં જામવાળીમાં ૨૫ મીમી, વસઈમાં ૧૧ મીમી, ભલસાણ બેરાજામાં અને મોટા વડાળામાં પાંચ મીમી વરસાદ થયો હતો.

close
Ank Bandh
close
PPE Kit