મનમોહન સિંઘની રાજ્યસભાની પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન ફાયનાન્સમાં નિમણૂક

નવી દિલ્હી તા. ૧રઃ રાજયસભાના ચેરમેન વૈંકેયા નાયડૂએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ કોંગી નેતા મનમોહન સિંઘની રાજ્યસભાની પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન ફાયનાન્સમાં નિમણૂક કરી છે. તેઓની દિગ્વિજયસિંહના સ્થાન પર આ નિમણૂક થઈ છે. દિગ્વિજયસિંહની હવે પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન અર્બન ડેવલપમેન્ટમાં નિમણૂક થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિગ્વિજયસિંહ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન ફાયનાન્સમાંથી રાજીનામું આપીને પૂર્વ વડાપ્રધાનની નિમણૂકનો માર્ગ મોકળો કરી દીધો છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ વર્ષ-૧૯૯૧ થી ૧૯૯૬ દરમિયાન દેશના નાણામંત્રી રહ્યાં હતાં અને મે-ર૦૧૯ વચ્ચેના ગાળામાં ફાયનાન્સ પેનલના સભ્ય પણ રહ્યાં હતાં. તેમણે પેનલ દ્વારા નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતાં. આ સ્ટેન્ડીંગ કમિટીમાં તેઓ જોડાતા હવે આ સમિતિ દ્વારા આર્થિક-નાણાંકીય મુદ્દાઓની વિસ્તૃત છણાવટ થઈ શકશે અને તેઓની નિપુણતાનો લાભ મળશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit