જામનગરમાં મોતનું તાંડવઃ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી ૧૬ના મૃત્યુ

કોરોના ટેસ્ટીંગ પણ વધારાયુંઃ તંત્ર ઉંધા માથેઃ

જામનગર તા. ૭ઃ જામનગરમાં જાણે કોરોનારૃપી મોતનું તાંડવ મંડરાયું છે અને હોસ્પિટલમાં દર બે કલાકે એક દર્દીનું મૃતયુ થઈ રહ્યું છે. આજે સવાર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬ દર્દીના મૃત્યુ થયા હતાં, તો ગઈકાલે નવા કેસની સંખ્યામાં પણ જબરો ઉછાળો આવ્યો હતો અને જિલ્લામાં ૧પ૧ નવા કેસ નોંધાયા હતાં જે કોરોના પ્રારંભથી આજ સુધીના સૌથી વધુ છે. આમ જામનગરમાં ગઈકાલે રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાયા છે.

જામનગરની દિન-પ્રતિદિન વણસી રહી છે અને કોરોના નિરઅંકુશ બની રહ્યો છે, જ્યારે તંત્ર પણ આ સંક્રમણ અટકાવવા ઉંધા માથે થયું છે, પરંતુ હાલનો સંક્રમણ કાબુ  બહાર હોય તેમ જણાય છે.

જામનગર શહેરમાં ગઈકાલે ૮૬ પોઝિટિવ કેસ નોંધાયા હતાં તો ગ્રામ્ય વિસ્તારમાં ૬પ કેસ નોંધાયા હતાં. પરિણામે શહેરનો કુલ પોઝિટિવ આંક ૮૭૮૧ અને ગ્રામ્યનો કુલ આંક ર૯પર નો થયો છે.

જામનગર શહેરના પ૯ અને ગ્રામ્યના ૩૦મળી કુલ ૮૯ દર્દીઓ ગઈકાલે કોરોના મુક્ત બન્યા હતાં.

છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૬ દર્દીના કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયા હતાં. આમ મૃત્યુ દર પણ ખૂબ જ વધતા તંત્ર ચિંતામાં મૂકાયું છે.

જામનગરમાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં ર૧૧૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૩ર મળી જિલ્લામાં ૧૮૩ર મળી કુલ ૩૯પ૦ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૪,૬૩,૪૭૮ લોકોના પરીક્ષણ થઈ ચૂક્યા છે.

ગત સપ્ટેમ્બર માસમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ ૧૪ર કેસ નોંધાયા હતાં, પરંતુ ગઈકાલે જામનગર જિલ્લામાં ૧પ૧ પોઝિટિવ કેસ નોંધાતા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃતકોની યાદી

(૦૧)            જયસુખલાલ કાંતિલાલ સામાણી-દ્વારકા

(૦૨)            રવજીભાઈ વશરામભાઈ ધારવિયા-આમરા

(૦૩)            સંતોકબેન સામતભાઈ આંતરોલિયા-પોરબંદર

(૦૪)            દયાબેન કાંતીભાઈ મકવાણા-મોરબી

(૦૫)            પ્રભુલાલ ખીમજી ગઢકા-જામનગર

(૦૬)            રંજનબેન કોઠારી-રાજકોટ

(૦૭)            રાણીબેન હેરભા-ભલસાણ

(૦૮)            દેવજીભાઈ ગોહિલ-પોરબંદર

(૦૯)            ચોકસી લત્તાબેન વિઠ્ઠલભાઈ-જામનગર

(૧૦)            ગીતાબેન રસિકભાઈ વાઘેલા-પ્રણામી સ્કૂલ પાસે

(૧૧)            મધુબેન કિશનભાઈ કામડિયા-જેલ રોડ

(૧૨)            રવજીભાઈ હિરાભાઈ વડોદરિયા-ડુંગરાળી દેવળિયા

(૧૩)            સીમાબેન મહેન્દ્રભાઈ શાહ-રણજીતનગર

(૧૪)            પ્રવિણભાઈ ડાયાભાઈ ડાભી-મોરબી

(૧૫)            અમિત જોષી

close
Ank Bandh 29 March
close
PPE Kit