ટ્રક ચોરીના કેસમાં જામીન મુક્તિ

જામનગર તા. ૨૫ઃ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ભાવેશ વરજાંગભાઈ અસ્વારનો ગઈ તા. ૧૬-૯-ર૦૧૮ ની રાત્રિના સમયે સિક્કામાંથી ટ્રક ચોરાઈ ગયો હતો. જેના ફૂટેજ સામે જ આવેલા એક ગેરેજના સીસીટીવીમાં કેદ થયા હતાં. આ બાબતની ફરિયાદ કરાયા પછી પોલીસે આરોપી ફિરોઝ અનવર સુંભણીયા અને હુશેન જાફર કકલની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે બન્નેને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી રોકાયાં છે.

close
Nobat Subscription