એલસીબી દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાઇક પર શરાબની બોટલો લય જતાં બે ઝડપાયા

જામનગર તા. ૧૪ઃ જામનગરની નિલકમલ સોસાયટી પાસેથી એલસીબીએ ગઈકાલે બે શખ્સને અંગ્રેજી શરાબની આઠ બોટલ સાથે પકડી પાડ્યા છે જ્યારે ભાણવડમાંથી એક શખ્સ અડધી બોટલ સાથે મળી આવ્યો છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે સાંજે એલસીબી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન નિલકમલ રોડ પરથી પસાર થયેલા જીજે-૧૦-સીએચ-૬૫૫૫ નંબરના મોટરસાયકલને શકના આધારે રોકવામાં આવ્યું હતું. બાઈક પર જઈ રહેલા ધરારનગર-૨માં મારૃતિનગર ચોકમાં રહેતા રફીક દાઉદ રાઠોડ તથા ધરારનગર-૨ માં હુસેની ચોકમાં રહેતા બોદુ જોખીયા નામના શખ્સોની તલાસી લેવાતા તેઓના કબજામાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની ૮ બોટલ નીકળી પડી હતી. એલસીબીના હે.કો. અશોક સોલંકીએ બોટલ તથા બાઈક કબજે કરી બન્ને શખ્સોની અટકાયત કરી છે અને સિટી સી ડિવિઝનમાં ગુન્હો નોંધાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ખરાવાડમાંથી ગઈકાલે રાત્રે પોલીસે જીજે-૩૭-એફ-૮૯૯૯ નંબરના બાઈકમાં જતા વિશાલ વિનોદભાઈ પરમાર નામના શખ્સની શરાબની અડધી બોટલ સાથે ધરપકડ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit