Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂ।.૨,૬૭,૬૦૦નો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૫: ખંભાળિયાના સોઢા તરઘડી ગામમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી મંગળવારે રાત્રે પોલીસે પાડેલા દરોડામાં મકાન માલિક સહિત છ વ્યક્તિ અને એક મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડ, મોબાઈલ, રિક્ષા મળી કુલ રૂ।.૨,૬૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામમાં એક શખ્સના મકાનમાં જુગારનો અખાડો ચાલુ હોવાની બાતમી પરથી મંગળવારે રાત્રે ત્રણેક વાગ્યે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે અનિરૂદ્ધસિંહ કેશરીસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા દીપસિંહ અમરસિંહ જેઠવા, નિતેશ પ્રાગજીભાઈ રાઠોડ, રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઢેર, રાજકુમાર કિશોરભાઈ મહેતા, મહેન્દ્રસિંહ ભૂપતસિંહ કંચવા, કિંજલબેન દીપેશભાઈ ચંદારાણા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા.
પોલીસે પટમાંથી રૂ।.૫૭૬૦૦ રોકડા, છ મોબાઈલ, જીજે-૧૦-ટી ૨૦૬૮ નંબરની રિક્ષા મળી કુલ રૂ।.૨,૬૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને સાતેય સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial