જી.જી. હોસ્પિટલના સફાઈ કર્મચારીઓના પગાર પ્રશ્ને ધરણામાં જોડાતા ધારાસભ્ય વિક્રમભાઈ માડમઃ સાંજ સુધીનું અલ્ટીમેટમ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને છેલ્લા ચાર-ચાર મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા, સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ આ કર્મચારીઓ સાથે ધરણામાં જોડાયા હતા. તેમણે ખૂબ જ રોષપૂર્વક જણાવ્યું હતું કે નાના વર્ગના કર્મચારીઓને ચાર-ચાર મહિના સુધી પગાર ન મળે તો ગુજરાન કેમ ચલાવી શકે? જો આજ સાંજ સુધીમાં આ કર્મચારીઓને ચાર મહિનાનો પગાર નહીં ચૂકવાય તો આવતીકાલથી તેઓ તેમના વિશાળ ટેકેદારો સાથે આંદોલન-ધરણા કરશે. જો કે જાણવા મળતી વિગતો પ્રમાણે જિલ્લા કલેક્ટરે કોન્ટ્રાક્ટરનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે, પણ આ સફાઈ કર્મચારીઓના પગારનું શું? આ પ્રશ્નનનો ઉકેલ ક્યારે?                              (તસ્વીરઃ પરેશ ફલીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit