ઈટાલીમાં કોરોના બન્યો કાળઃ ર૪ કલાકમાં ૭૪૩ નો જીવ લીધોઃ કુલ ૭ હજારના મૃત્યુ

નવી દિલ્હી/વોશિંગ્ટન તા. રપઃ કોરોના હવે માનવજાત માટે કાળ બની રહ્યો છે. ઈટાલીમાં ર૪ કલાકમાં ૭૪૩ ના મૃત્યુ થતા ત્યાં લગભગ ૭ હજાર લોકોને કોરોના ભરખી ગયો છે. સમગ્ર વિશ્વમાં મૃત્યુઆંક વધ્યો છે. સારવાર પછી નવ હજાર જેટલા લોકો સાજા પણ થયા છે.

કોરોના વાઈરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાના ભરડામાં લઈ લીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના ૪ લાખ ર૩ હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૮ હજાર ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર પછી સારા થઈ ગયા છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં ૬૮ર૦ લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે, જ્યારે ચીનમાં ૩ર૮૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. ડબલ્યુએચઓ (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ ચેતવણી આપતા કહ્યું છે કે  અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે.

ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં ર૪ કલાકમાં ૭૪૩ લોકોના મોત થયા છે. સાથે પર૪૯ નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં ૬૯,૧૭૬ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક ૬૮ર૦ થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દૃષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ ર૯૯૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના પાંચ દેશમાં મૃત્યુઆંક એક હજારથી વધારે નોંધ્યો છે જેમાં ઈટાલી, ચીન, સ્પેન, ઈરાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસ જ્યાંથી શરૃ થયો એવા ચીનના વુહાન શહેરને નવ સપ્તાહ લોકડાઉન રાખ્યા પછી બસ સેવા બુધવારે ચાલુ કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત ૪૭ દર્દીને ચીન વિવિધ દેશમાંથી પરત લાવ્યું છે. સાડાપાંચ કરોડની વસતિ ધરાવતા હુબેઈ વિસ્તાર પરથી ચીને મંગળવારે ત્રણ મહિના પછી લોકડાઉનને હટાવી દીધું હતું. હુબેઈ અને વુહાનમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં મૃત્યુઆંક ૩ર૮૧ થયો છે. ચીનમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ ૪ર૮૭ છે. ૭ર,૬પ૦ લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હોંગકોંગમાં કોરોનાના ૩૮૬ કેસ નોંધાયા છે અને ૪ લોકોના મોત થયા છે. તાઈવાનમાં ર૧૬ કેસ અને મકાઉમાં ર૬ કેસ નોંધાયા છે.

કોરોના મહામારીથી ફ્રાન્સમાં એક દિવસમાં ર૪૦ ના મોત સાથે અત્યાર સુધીમાં ૧૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેને લઈને ફ્રાન્સ સરકાર ચિંતિત છે. સમગ્ર દેશમાં લોકડાઉનને અહીં બીજું સપ્તાહ છે. ર૪૪૪ નવા પોઝિટિવ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા રર,૩૦૪ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે અહીં ૬૦ વર્ષથી નીચેની વયના દર ત્રીજા દર્દીએ લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૃર પડે છે. ૭૦ વર્ષની ઉપરની ૮પ ટકા વ્યક્તિ જીવ ગુમાવે છે. જર્મનીમાં એક જ દિવસમાં કોરોના વાઈરસના ૪૭૬૪ કેસ સામે આવતા અહીં પોઝિટિવ કેસની સંખ્યા ૩ર,૯૯૧ થઈ ગઈ છે. જર્મનીમાં કોરોના વાઈરસથી ૧પ૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનના મેડિકલ એક્સપર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાઈરસ સામે પોતાની ટ્રીટમેન્ટનો અનુભવ પોલેન્ડ સાથે શેર કર્યો છે.

અમેરિકા મહામારીનું કેન્દ્ર બની શકે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુંકે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. સંસ્થાના પ્રવક્તા માર્ગેટ હૈરિસે ર૧ જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા થઈ ગઈ છે સીએનએનના રિપોર્ટ મુજબ ૧૮ થી ૧૯ માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં પ૧ ટકાની વૃદ્ધિ થઈ છે.

close
Nobat Subscription