ચોમાસું સત્ર દરમિયાન સંસદસભ્ય કાર્યાલય રાબેતામુજબ કાર્યરત રહેશે

જામનગર તા. ૧પઃ સંસદનું ચોમાસું સત્ર તા. ૧૪ મી સપ્ટેમ્બરથી શરૃ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા. ૧૪-૯-ર૦ર૦ થી તા. ૧-૯-ર૦ર૦ સુધી ચોમાસું સત્રત દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં તેઓ મળી શકશે નહીં. સંસદના ચોમાસું સત્રણ દરમિયાન જામનગર જિલ્લામાં, જામનગરમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં સંસદસભ્યના કાર્યાલય સવારે ૯-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી રાબેતામુજબ કાર્યરત રહેશે. જામનગર કાર્યાલયઃ નિયો સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોનઃ ૦ર૮૮-ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળિયા કાર્યાલયઃ પોસ્ટ ઓફિસ રોડ (ફોનઃ ૦ર૮૩૩-ર૩૩૩૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit