| | |

નગરની તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટ એટલે શિયાળાની 'હિટ' બજાર

શિયાળાની ઋતુ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળાનો મૌસમી આહાર સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્યપ્રદ હોય છે. પરંતુ શિયાળાનો મિજાજ કાતિલ હોય છે. બર્ફીલા પવનોથી શરીરનું રક્ષણ કરવું અનિવાર્ય થઈ જાય છે. નહીંતર શિયાળો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલે જ શિયાળામાં ગરમ વસ્ત્રો 'કવચ' ની સમકક્ષ બની જાય છે. જામનગરમાં ટાઉનહોલ પાસે પ્રતિવર્ષ શિયાળામાં આવતી તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટ ગરમ વસ્ત્રોની ખરીદી માટે નગરજનોની 'હોટ' ફેવરીટ છે. શિયાળાના આરંભ સાથે જ તિબેટીયન માર્કેટમાં ખરીદીનો દૌર શરૃ થઈ ગયો છે. જામનગરના પૂર્વ રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા તિબેટીયન વેપારીઓને ગરમ વસ્ત્રોનો વેપાર કરવા ટાઉન હોલ પાસેની રજવાડી જમીનનો પરંપરાગત રીતે નિઃશુલ્ક ઉપયોગ કરવા ફાળવવામાં આવે છે. એ માટે તિબેટીયન વેપારીઓ ઉદાર રાજવીનો આભાર માની વર્ષોથી માર્કેટમાંથી વિશ્વાસપૂર્વક ખરીદી કરતી નગરની પ્રજાનો પણ ઋણ સ્વીકાર કરે છે. આ વર્ષે તિબેટીયન માર્કેટમાં કુલ ૨૪ સ્ટોલ કાર્યરત છે. સ્વેટર, શાલ, ટોપી, મફલર અને એવરગ્રીન જેકેટની વિશાળ શ્રેણી માર્કેટમાં ઉપલબ્ધ છે. ગતવર્ષ કરતા આ વર્ષે ગરમ કપડાઓની કિંમતમાં નહિંવત ભાવ વધારો થયો છે. માર્કેટમાં ૩૦૦રૃા. થી ૩ હજાર સુધીની કિંમતના અવનવા જેકેટ યુવાનોને ખાસ આકર્ષી રહ્યા છે. એ જ રીતે ૨૦૦રૃા. થી ૨૫૦૦ સુધીની કિંમતના લેડીઝ સ્વેટર તેમજ વુલન કોટ પણ મહિલાઓમાં લોકપ્રિય  છે. બાળકો માટે પણ ફેન્સી જેેકેટ,  ટોપી અને કાનપટ્ટી ઉપલબ્ધ છે. ઠંડીનો અણસાર શરૃ થઈ ગયો ત્યારે તિબેટીયન માર્કેટમાં ગરમ વસ્ત્રોનો ફૂલસ્ટોક ઉપલબ્ધ છે. ઠંડી વધવાની સાથે તિબેટીયન માર્કેટ પણ 'હિટ' થતી જશે.                                                                                                                                                                               (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit