દાહોદમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદનઃ પુષ્પવર્ષા

દાહોદ તા. ર૬ઃ દાહોદમાં આજે રાજ્ય કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું.

દેશમાં ૭ર માં પ્રજાસત્તાક દિનને લઈને ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ ખાસ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આજે દાહોદમાં રાજ્ય કક્ષાના ૭ર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે ૯ કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કાર્યક્રમ સ્થળે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૭પ૦ થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા હતાં.

અહીં સીએમ રૃપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજારોહણ કર્યું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી મુખ્યમંત્રી રૃપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થયો હતો. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં અહીં ૧ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિન પર કોરોના વોરિયર્સનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

close
Ank Bandh 26 January
close
PPE Kit