જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં બે શખ્સોએ મહિલા તથા તેની પુત્રી પર કર્યો હુમલો

જામનગર તા. ૨૬ઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં. ૧૦ માં આવેલી સીસીડીસી સોસાયટીમાં રૃમ નં. ૧૩ માં રહેતાં રૃમાનાબેન અબ્દુલભાઈ કુંગડા નામના મહિલા પર ગઈકાલે સાંજે બેઝબોલના ધોકા લાકડી સાથે જાવેદ અબ્બાસ કુંગડા તથા એઝાઝ સુલતાન નામના બે શખ્સે હુમલો કરી રૃમાનાબેન તથા તેમની પુત્રીને માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી. જમાદાર એમ.પી. ગોરાણીયાએ આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit