જામનગર તા. ૨૬ઃ રાજકોટના શ્રી રણછોડદાસજી આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આગામી સોમવારે તા. ૨-૧૧-૨૦૨૦ ના ગીતા વિદ્યાલયમાં આંખના મોતીયા માટે નિઃશુલ્ક ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ થી ૧૧ સુધી આ કેમ્પ ગીતા વિદ્યાલય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવશે. દર્દીએ કોવિડના નિયમનું પાલન કરવાનું રહેશે તથા આધાર કાર્ડની નકલ પણ સાથે લાવવાની રહેશે. બી.પી. ડાયાબિટીસ કંટ્રોલમાં તેનો લેબોરેટરી રિપોર્ટ પણ લાવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી ભોજન, વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. વધુ વિગત માટે નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦)નો સંપર્ક સાધવાનો રહેશે.