| | |

છત્તીસગઢમાં કોંગ્રેસની 'ન્યાય' યોજના લોન્ચઃ રાજ્યના ઓગણીસ લાખ ખેડૂતોને મળશે સાડાસાત હજાર રોકડા!

રામપુર તા. રરઃ છત્તીસગઢમાં સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસની 'ન્યાય' યોજના લોન્ચ થઈ છે, જેમાં ખેડૂતોને સીધી સહાય કરવાની જોગવાઈ છે.

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના હસ્તે 'ન્યાય' યોજના લોન્ચ થઈ હતી.

સોનિયા ગાંધીએ આ પ્રસંગે કહ્યું કે રાજીવજીના હૃદયમાં મહિલા, આદિવાસી ખેડૂતો અને નાના ખેડૂતો-ખેતમજૂરો પ્રત્યે સંવેદના હતી. તેઓ જ્યારે સમય મળે ત્યારે દેશના વિવિધ પ્રદેશોમાં તેઓ સાથે વાતચીત કરતા હતાં, અને તેઓની સમસ્યાઓ સાંભળતા હતાં. આજે રાજીવજીને આ સાચી શ્રદ્ધાંજલિ છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજીવ ગાંધી ખેડૂત ન્યાય યોજનાની ઐતિહાસિક શરૃઆત છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કરી છે. જેથી શેરડી પકવતા ખેડૂતોના ખાતામાં પણ રૃા. ૭પ૦૦ ની રોકડ રકમ સીધી જમા થઈ જશે. આ કારણે ખેડૂતોને પ્રોત્સાહન મળશે અને કૃષિ-ઉત્પાદનમાં પણ ફાયદો થશે.

આ અંગેના પ્રત્યાઘાતોમાં ખેડૂતોએ આ યોજનાને આવકારી છે. ખેડૂતોએ લોન આપીને દેવાદાર બનાવવા કરતા તેઓને સીધી સહાયની જરૃર હોય છે. નાના-સિમાંત ખેડૂતોને આ પ્રકારે સીધી સહાય મળતા તેઓને બિયારણ, સિંચાઈ અને કૃષિ ઓજારો માટે મદદ મળશે. ગુજરાતમાંથી સામે આવી રહેલા પ્રત્યાઘાતો મુજબ જો રાજકારણને બાજુ પર રાખવામાં આવે, તો આ યોજના ગુજરાતમાં પણ લાગુ થઈ શકે છે. ખેડૂતોેને હેક્ટર દીઠ રોકડ સહાય મળશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા હોવાથી થોડી મદદ મળશે. ભાજપના પ્રવક્તાઓએ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી સહાય પહોંચી રહી હોવાનું જણાવી દેશના ખેડૂતો માટે સરકાર ચિંતિત હોવાના પ્રત્યાઘાતો આપ્યા હતાં.

કોંગ્રેસની ન્યાય યોજના હેઠળ વિવિધ વર્ગોને સીધી રોકડ સહાયની પહેલને વિવિધ રાજ્યોમાંથી આવકાર મળી રહ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit