સલાયામાં અંતે મુખ્ય માર્ગ મરામતનું કામ શરૃ

સલાયા તા. ૧૪ઃ સલાયામાં નગર ગેઈટથી નગરપાલિકા ભવન સુધીના મુખ્ય માર્ગની ડાબી સાઈડ તેર મહિના અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવી હતી.

તેર-તેર મહિના સુધી ખોદાણ કરેલો અંદાજે એકસો મીટર લાંબો અને ત્રણ ફૂટ ઉંડા ખોદાણવાળો ભાગ જેમનો તેમ જ રાખ્યો હતો. જેથી માર્ગના જમણી તરફના ભાગે અવાર-નવાર ટ્રાફિક જામ થવાના નાના-મોટા અકસ્માતો થવાના કિસ્સાઓ બનતા હતાં. આ પ્રશ્ને સલાયા વેપારી મંડળના પ્રમુખે ચીફ ઓફિસરને રજુઆત કરતા આ રસ્તાની મરામતનું કામ અંતે શરૃ કરવામાં આવ્યું છે. જેથી લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

close
Ank Bandh
close
PPE Kit