દુનિયાના લોકોને વર્ષ ર૦ર૪ પહેલા કોરોનાની રસી પહોંચાડી નહીં શકાયઃ પૂનાવાલા

રાજનેતાઓ સાચા કે સિરમના વડા?

નવી દિલ્હી તા. ૧પઃ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પૂનાવાલાએ કહ્યું છે કે, વર્ષ ર૦ર૪ ના અંત પહેલા દુનિયાના તમામ લોકો સુધી પહોંચાડી શકાય તેટલી કોરોનાની રસીનું નિર્માણ થઈ શકે તેમ જ નથી. તેથી રાજનતોઓના દાવા શંકાના દાયરામાં આવ્યા છે.

વિવિધ દેશોના રાજનેતાઓ દાવો કરી રહ્યા છે કે કોવિડ-૧૯ કોરોનાની રસી ચાલુ વર્ષના અંત સુધી બધા લોકોને ઉપલબ્ધ થાશે, પરંતુ વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા પૂનાવાલાએ કહ્યું છે કે વર્ષ ર૦ર૪ ના અંત પહેલા વિશ્વના તમામ લોકોને પહોંચાડી શકાય તેટલી કોરોનાની રસીનું નિર્માણ જ નહીં થઈ શકે.

એક ઈન્ટરવ્યૂમાં પુનાવાલાએ કહ્યું કે દવા કંપનીઓ ઝડપી ઉત્પાદન માટે તત્પર જણાતી નથી, જેથી નિશ્ચિત પૂરેપૂરી વસતિ સુધી કમ-સે-કમ અઢી વર્ષમાં વેક્સિન પહોંચાડવી મુશ્કેલ છે, કોરોનાની રસી શોધાઈ જાય અને તેને વૈશ્વિક માપદંડો મુજબ માન્યતા મળી જાય, તો પણ વિશ્વની તમામ વસતિને આવરી લેવામાં ચાર-પાંચ વર્ષ લાગી જશે. જો આ રસી ઓરી કે રોટા વાઈરસની બ્લ્યૂપ્રિન્ટ મુજબ આપવામાં આવે તો દુનિયાને પ્રથમ તબક્કે જ ૧પ અબજ ડોઝની જરૃર પડશે, જેનું ઉત્પાદન કરવામાં જ ઘણો સમય જશે.

કેટલાક રાજનેતાઓએ આગામી મહિના સુધી, તો કોઈએ દિવાળી સુધીમાં કોરોનાની રસી આવી જશે, તેવા દાવા કર્યા છે, ત્યારે પૂનાવાલાની આ ટિપ્પણીએ આશંકાઓ જન્માવી છે. તે ઉપરાંત વેક્સિન માટે યુરોપ, અમેરિકાએ પહેલેથી જ ઓર્ડર બૂક કરાવી દીધા હોવાથી વિકાસસીલ અને ગરીબ દેશોને તો રસી મેળવવામાં પાછળના ક્રમે રખાશે તેમ જણાય છે.

close
Ank Bandh
close
PPE Kit