ખંભાળિયા તા. ર૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બે દિવસ કોરોનાનો એકપણ નવો કેસ નહીં નોંધાયા પછી ગઈકાલે કોરોના પોઝિટિવના બે નવા કેસ નોંધાયા છે. જેમાં એક ભાણવડમાં તથા એક દ્વારકામાં કેસ સામે આવ્યા છે. આ ચોવીસ કલાક દરમિયાન પાંચ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતાં. હવે જિલ્લામાં માત્ર ર૧ કેસ જ એક્ટિવ છે.