Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાંક નિયત સ્થળે સ્પીડ બ્રેકરો મૂકાશે
ખંભાળીયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકામાં નાગેશ્વર રોડ પર દ્વારકાથી જતા રીફલેેક્ટરો રોડના કામમાં મૂકાયા હોય, તેના કારણે નાના વાહનો, ટુ-વ્હીલરોના દેખાતા વારંવાર અકસ્માતો થતા હોય તથા બે દિવસ પહેલા જ એક વીજકર્મી બાઈક લઈ જતા મૃત્યુ પામ્યા હોય, આ બાબતે ભારે ઉહાપોહ થયો હતો અને ઉગ્ર રજૂઆતો થઈ હતી.
દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્નાએ આ બાબતે પીડબલ્યુડી તંત્રને યોગ્ય કરવા જણાવ્યું છે. દ્વારકા જિલ્લા કાર્યપાલક ઈજનેર પીડબલ્યુડી કેતન પટેલ દ્વારા રાજકોટ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બે ઉપાયોનો અમલ કરવા નક્કી થયું છે.
આ રસ્તા પર જ્યાં ખાંચા કે ગલી સોસાયટી જવાના રસ્તાઓ આવેલા છે ત્યાં તમામ જગ્યાએ રોડ પર જવાના રસ્તે આ ખાંચાઓમાં નાના બે-ત્રણ સ્પીડબ્રેકરો નખાશે. જેથી વાહન ચાલક રસ્તા પર જતા પહેલા ધીમું થઈ જાય તથા જ્યાં રસ્તા પર ખાંચા છે. ત્યાં ના એક-બે મીટરના રીફલેક્ટ રીફલેક્ટરો ત્યાંથી હટાવવાની કાર્યવાહી તુરંત થશે. જ્યારે સ્પીડબ્રેકરો જન્માષ્ટમી પર્વ પછી કરવામાં આવશે, જેથી અકસ્માતોનું પ્રમાણ ઘરે તથા લોકોની પરેશાની ઓછી થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial