| | |

જામ્યુકો દ્વારા એડવાન્સ ટેક્સની રિબેટ યોજનાનો તારીખ ર૬ મે થી થશે પ્રારંભ

જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ ર૬ મે ર૦ર૦ થી રિબેટ યોજનાની શરૃઆત કરવામાં આવનાર છે.

આ યોજના તા. ૧૦-૭-ર૦ર૦ સુધી અમલમાં રહેશે. કોરોના વાઈરસની મહામારીના કારણે આ યોજના મોડી શરૃ થઈ રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા આસામીઓને વળતર આપવામાં આવે છે. તા. ૧૬ એપ્રિલથી શરૃ થનારી આ યોજના કોરોના વાઈરસની બીમારીના કારણે મુલત્વી રાખવામાં આવી હતી. જે હવે તા. ર૬ મે થી શરૃ થઈ રહી છે. જેમાં સામાન્ય કરદાતાને ૧૭ ટકા, સિનિયર સિટીઝન, શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિ, બીપીએલ કાર્ડધારક, વિધવાઓને ૧પ ટકા, કન્યા છાત્રાલયને, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સૈનાનીઓ અને શહીદોની વિધવાઓને, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમને રપ ટકા તેમજ ઓનલાઈન ભરનારને વધુ બે ટકા (વધુમાં વધુ રપ૦ રૃપિયા) નું વળતર આપવામાં આવશે. વધુ વિગત માટે વોસ્ટ વર્કસ શાખા અને મિલકત વેરા શાખાનો સંપર્ક સાધવાનો રહેશે. અગાઉના વેરા ભરપાઈ કર્યા હશે તેને જ રિબેટ યોજનાનો લાભ મળશે તથા સિનિયર સિટીઝન, શારીરિક ખોડખાપણ, બીપીએલ કાર્ડધારક, વિધવાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સૈનાનીઓ અને શહીદોની વિધવાઓ, અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમને આધારો રજૂ કરવાના રહેશે. રિબેટ યોજનામાં શિક્ષણ ઉપકર, સરચાર્જમાં વળતર અપાશે નહીં. તમામ બાકી વેરા ભરપાઈ કરી આપ્યા હશે તેને જ આ યોજનાનો લાભ મળશે. આ નાણા ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય (શરૃ સેક્શન, રણજીતનગર અને ગુલાબનગર) સિવિક સેન્ટર, એચ.ડી.એફ.સી., આઈસીઆઈસીઆઈ, નવાનગર કો-ઓપ. બેંક, આઈડીબીઆઈ કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ, કલેક્શન વેન અને મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ. દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા પ્રિમાઈસીસમાં આવતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન પણ કરવાનું રહેશે અન્યથા કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ આસી. કમિશ્નર (ટેક્સ) ની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit