જામખંભાળિયા અને દ્વારકા જિલ્લામાં નવરાત્રિ પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ

ખંભાળિયા તા. ૧૭ઃ આજે નવરાત્રિના પ્રથમ દિને શક્તિની પરમ ઉપાસના માટે ભાવિકો સવારથી જ ફૂલહાર સાથે મંદિરોમાં ઉમટી પડ્યા હતાં.

ખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિર પાસેના આશાપુરા માતાજી, ગાયત્રી માતાજી, જામનગર રોડ પર જોગવડ પાસે આશાપુરા માતાજી, ખંભાળિયામાં હરસિદ્ધિ માતાજી, ઔદિચ્ય બ્રાહ્મણના વારાહી માતાજી, બહુચર માતાજી, ચામુંડા માતાજી તથા ભાણવડ ગાયત્રી માતાજી, ઘુમલી આશાપુરા તથા હરસિદ્ધિ માતાજી મિંયાણી જેવા સ્થળોએ ભાવિકો ફૂલહાર, ધૂપદીપ સાથે ઉમટી પડ્યા હતાં. ખંભાળિયામાં સરસ્વતી માતાજી, કેશોદ આવળાઈ માતાજી, માધુપુરમાં કામઈ માતાજી વિગેરે મંદિરોમાં આરતી માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit