Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગજણા પાસે અકસ્માતમાં લાલપુરનું દંપતી ઘવાયું:
જામનગર તા. ૧૧: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦ના ખૂણા પાસે બુધવારે રાત્રે નશામાં રિક્ષા ચલાવીને જતા એક શખ્સે સામેથી આવતા સ્કૂટરને હડફેટે લેતા એક યુવાનને ઈજા થઈ છે. જ્યારે લાલપુરના ગજણા ગામ પાસે ગઈકાલે સવારે એક દંપતીના બાઈકને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે. ઘવાયેલા દંપતીને સારવારમાં ખસેડાયું છે.
જામનગરના દિ. પ્લોટ શેરી નં.૬૦ પાસેથી રાત્રે સાડા નવેક વાગ્યે પસાર થતા શંકરટેકરીની સિદ્ધાર્થ કોલોનીવાળા રોહિતભાઈ નાથાભાઈ ચાનપાના સ્કૂટર સાથે પવનચક્કી નજીક વસવાટ કરતા શક્તિ મગનભાઈ ઠાકેચા નામના રિક્ષાચાલકે અકસ્માત સર્જયો હતો.
રોહિતભાઈના સ્કૂટર સાથે શક્તિ મગનભાઈની જીજે-૧૦-ટીઝેડ ૬૮૮૮ નંબરની રિક્ષા ટકરાયા પછી સ્કૂટરમાં પાછળ બેસેલા રાહુલ નામના યુવાનને ઈજા થઈ હતી અને તેનો મોબાઈલ તૂટી ગયો હતો. નશાની હાલતમાં રહેલા શક્તિ મગનભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોહિતભાઈએ ફરિયાદ નોંધાવી છે.
લાલપુરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા બિજલભાઈ પીંગળસુર નામના પ્રૌઢ ગઈકાલે સવારે ગજણા ગામથી ડબાસંગ જવા માટે જીજે-૧૦-ડીડી ૨૦૩૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે સફેદ રંગની એક મોટર તેઓને ટક્કર મારી નાસી ગઈ હતી. રોડ પર પડી ગયેલા બિજલભાઈને બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયા છે. માથા તથા જડબામાં ઈજા થઈ છે. પાછળ બેસેલા બિજલભાઈના પત્ની પણ ઘવાયા છે. રાહુલ બિજલભાઈએ લાલપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial