બાબુ લાઈમની આકર્ષક અને સેવાકીય હેતુ સાથેની યોજના

જામનગર તા. ૧૫ઃ પાન-મસાલાના શોખીનોમાં બાબુ લાઈમ સૌથી લોકપ્રિય અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની ગઈ છે.

બાબુ લાઈમ પ્રા.લિ. દ્વારા હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં સમાજને ઉપયોગી થવા માટે તા. ૭મી સપ્ટેમ્બરથી તેની નક્કી કરેલી પ્રોડક્ટસ સાથે ઉચ્ચ ક્વોલીટીના એન-૯૫ માસ્ક વિના મૂલ્યે આપવાની યોજના કાર્યરત છે.

કોરોનાથી રક્ષણ મેળવવા ફરજીયાત માસ્ક પહેરવાનો કાયદો છે. બજારમાં એન-૯૫ માસ્ક વધુ કારગત નીવડી રહ્યા છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈને બાબુ લાઈમ પ્રા.લિ. દ્વારા એફડીએ, સીઈ અને આઈએસઓની માર્ગદર્શિકા મુજબ પાંચ લેયરના માસ્ક તેની પ્રોડક્ટ સાથે વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. આ માસ્કની અંદાજે કિંમત ૪૦ થી ૧૦૦ રૃપિયા જેટલી થાય છે. બાબુ લાઈમએ નક્કી કરેલી પ્રોડક્ટની રૃા. ૩૦ની પેકેટની ખરીદી સાથે વેપારીઓ-ગ્રાહકો એન-૯૫ માસ્ક મેળવી શકશે. આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યાં-જ્યાં બાબુ લાઈમની પ્રોડક્ટસનું વેચાણ થાય છે. ત્યાં અમલમાં છે. બાબુ લાઈમના મીડિયમ પાર્સલના એક થેલાની ખરીદી ઉપર ૨૦ નંગ એન-૯૫ માસ્ક વિનામૂલ્યે આપવામાં આવે છે. જો કોઈ ગ્રાહક એક પેકેટ ખરીદે તો પણ તેને એક નંગ એન-૯૫ માસ્ક વિનામૂલ્યે મળે છે. બાબુ ચુનાની ખરીદી કરતા જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, જાતે જ પાન-મસાલા-ફાકી બનાવતા લોકોને પણ આ યોજના પ્રમાણે વિનામૂલ્યે માસ્ક મળી શકે છે.

close
Ank Bandh
close
PPE Kit