માધાપર ભુંગામાં ટ્રકે ટક્કર મારતાં સાયકલચાલકને ઈજા

જામનગર તા. ૧૦ઃ જામનગરના માધાપર ભુંગા પાસે ગઈકાલે એક ટ્રકે આગળ જતાં સાયકલસવારને ઠોકર મારી પછાડયા હતા. જ્યારે બેડ નજીક સાપર ગામના પાટિયા પાસે દોઢીયાના બાઈકચાલકને મોટરે હડફેટે લીધાં હતાં. પોલીસે બન્ને અકસ્માતની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તાર નજીક આવેલા માધાપર ભુંગામાં વસવાટ કરતાં આમદભાઈ દાઉદભાઈ દલ ગઈકાલે બપોરે ભુંગા સર્કલ પાસેથી પોતાની સાયકલમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ઝેડ-૯૯૮૪ નંબરના ટ્રકના ચાલકે હડફેટે લીધાં હતાં. ગંભીર ઈજા પામેલા આમદભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક નાસી ગયો હતો.

લાલપુર તાલુકાના કાનાછીકારી ગામના રાજુભાઈ તેજાભાઈ ટારીયાના સાળા અને દોઢીયા ગામના રહેવાસી દેવાભાઈ ઘોઘાભાઈ ટોયટા ગઈકાલે સાંજે સાપર પાસેથી જીજે-૫-બીએમ-૭૪૮૩ નંબરના મોટરસાયકલમાં જતા હતા ત્યારે જીજે-૧૦-એપી-૫૧૭૭ નંબરની મોટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડયા હતાં. સિકકા પોલીસે ગુન્હો નોંધી મોટરચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit