લીકેજ હોવાનું કહી ગ્રાહકોના સિલીન્ડર ઓળવી જવા અંગે ડિલેવરીમેન સામે રાવ

જામનગર તા.૧૫ ઃ જામનગરની એક ગેસ એજન્સીમાં નોકરી કરતા ડિલેવરીમેને ગ્રાહકોને તમારા સીલીન્ડર લીકેજ છે તેમ કહી પંદર સીલીન્ડર પરત મેળવ્યા પછી એજન્સીમાં જમા ન કરાવતા તેની સામે એજન્સીના મેનેજરે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના પવન ચકકીથી દિગ્વીજય પ્લોટ વચ્ચેના વિસ્તારમાં આવેલી મહાવીર ગેસ એજન્સીમાં સેટેલાઈટ પાર્કવાળો મહમદરફીક હુશેનમીંયા સૈયદ નામનો શખ્સ ડિલેવરી બોય તરીકે નોકરી કરે છે.  આ શખ્સે ગ્રાહકોને ગેસના સીલીન્ડર પહોંચાડયા પછી પંદર ગ્રાહકને તમારા સીલીન્ડર લીકેજ છે તેમ જણાવી અત્યારે લઈ જઉં છું તેમ કહી તેમના સીલીન્ડર પરત લાવ્યા પછી એજન્સીમાં જમા કરાવ્યા વગર બારોબાર ઓહીયા કર્યા હતાં. આ બાબતની ગ્રાહકો મારફતે જાણ થયા પછી એજન્સી વતી ગઈકાલે મેનેજર મિરલ કિર્તીકુમાર મહેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬,૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit