રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ જી.ડી. શાહ હાઈસ્કૂલના આચાર્ય ડો. એસ.ડી. કચ્છલાને એનાયત

જામનગર તા. ૧પઃ જામનગરની જી.ડી. શાહ હાઈસ્કૂલના આચાર્ય ડો. એસ.ડી. કચ્છલાની રાજ્ય સરકારે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરતા 'શિક્ષક દિન'ના દિવસે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. શ્રી કચ્છલા ૩૦ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે ફરજ બજાવે છે. જેમાં ર૩ વર્ષથી આચાર્ય તરીકે કાર્યરત છે. વિદ્યાર્થીઓની પ્રતિભા ઓળખી શાળામાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને યથાયોગ્ય ખીલવવામાં આવે છે. તેમના દ્વારા હકારાત્ક અભિગમ અને શ્રેષ્ઠ ટીમવર્કથી શાળામાં સુંદર પરિણામ મેળવી શકાયું છે. શાળાનું પરિણામ ૯૦ ટકા ઉપર આવે છે.

close
Ank Bandh
close
PPE Kit