| | |

દ્વારકા જિલ્લામાં મનરેગાના ૨૩૩ કામોમાં ૬૩૦૯ શ્રમિકોને મળી રોજગારી

ખંભાળીયા તા. ૨૨ઃ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા દેશભરમાં લોકડાઉન-૪ ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ૬૩૦૯ શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના ચાર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના, ચેકડેમ ડીસ્લટીંગ, જળ સંચયના કામો શરૃ થયા છે. જેમાં ભાણવડ તાલુકાના પર કામોમાં ૧૫૩૯ શ્રમિકો, કલ્યાણપુર તાલુકામાં ૩૩ કામો ૧૧૦૬ શ્રમિકો, ખંભાળીયા તાલુકામાં ૧૧૭ કામો ૧૬૦૭ શ્રમિકો અને ઓખા મંડળ તાલુકામાં ૩૧ કામોમાં ૨૦૫૭ શ્રમિકોને રોજગાર મળી રહે છે. અત્યાર સુધીમાં માનવદિન ૧૨૦૯૩ સામે થયેલ રૃા. ૩૬.૫૨ લાખનું ચૂકવણું શ્રમિકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. શ્રમિકોને કોવિડ-૧૯ માર્ગદર્શિકા મુજબ માસ્ક પહેરવું. સામાજિક અંતર જાળવવું, સેનિટાઈઝર, પાણી, છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે શ્રમિકોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમને કામ મળતું ન હતું, મનરેગા યોજનાના કામો શરૃ છતાં અમને રોજગારી મળવા લાગી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit