વરવાળા ગામમાં જુગારનો દરોડો

જામનગર તા. ર૯ઃ દ્વારકાના વરવાળા ગામમાં શનિવારે સાંજે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પાડયા હતાં.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીકના વરવાડા ગામમાં શનિવારે સાંજે જુગારની મહેફીલ જામી હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાંથી ઈકબાલ તારમામદ જીવાણી, અમરભાઈ આલાભાઈ ડાયાગરા, તેજાભાઈ જીવણભાઈ ચાસીયા, કચરાભાઈ હમીરભાઈ વારસાખીયા નામના ચાર શખ્સ ગંજીપાના કુટતા પકડાઈ ગયા હતાં.

પોલીસે પટમાંથી રૃપિયા ૧૬૭૦૦ રોકડા કબ્જે કરી તમામ શખ્સ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit