Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ હાઈ-વે પર ઈકો ગાડી ટ્રકની પાછળ ઘૂસી જતાં પાટણના યુવાનનું કરૂણ મોત થતાં અરેરાટી

બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવારમાં

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૧: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ગત રાત્રિના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાટણના ઠાકોર પરિવારની ઇક્કો ગાડી રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા પરિવારના નાના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ મળતી વિગતો અનુસાર પાટણના સુભાશનગર સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા રાજુલજી ફુલસંગજી ઠાકોર (ઉ.વ. ૨૨) પોતાના પરિવાર સાથે ઇક્કો ગાડી નંબર જીજે-૨૪-એએન ૦૭૧૮માં મુસાફરી કરી રહૃાા હતા. આ ગાડી તેમનો મિત્ર વિશાલભાઇ છનાજી ઠાકોર ચલાવી રહૃાો હતો. રાત્રિના આશરે ૨:૦૦ વાગ્યાની આસપાસ જ્યારે ગાડી ધ્રોલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલક વિશાલભાઈએ ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ઇક્કો ગાડી રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક પાછળ જોરદાર રીતે ભટકાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં રાજુલજીના નાના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ગાડીમાં સવાર રાજુલજીના પત્ની અને તેમના સાળાની પત્નીને પણ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર મુંઢ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ મામલે ધ્રોલ પોલીસે ફરિયાદી રાજુલજી ઠાકોરની ફરિયાદના આધારે ગાડીના ચાલક વિશાલભાઈ ઠાકોર વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh