સ્પીડ બ્રેકર ઉપર પટ્ટા દોરવા માંગણી

જામનગર તા. ૩ઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં નવા માર્ગો બનાવ્યા છે અને સાથે સાથે ઠેકઠેકાણે સ્પીડ બ્રેકર પણ બનાવ્યા છે. આ સ્પીડ બ્રેકર ઉપર કાળા-સફેદ પટ્ટા દોર્યા ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય રહે છે. અલ્પેશભાઈ વ્યાસના નામના જાગૃત નાગરિકે આ નવા માર્ગો પરના તમામ સ્પીડ બ્રેકર ઉપર સત્વરે કાળા-ધોળા પટ્ટા દોરવા માંગણી કરી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit