વિચિત્ર અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ :ચોંકાવનારો બનાવ

જામનગર તા. ૧૩ઃ કલ્યાણપુરના રાવલ નજીક સાની નદીના બેઠા પુલ પાસે ગઈકાલે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા કારૃભાઈ હીરાભાઈ કોળી નામના યુવાન ગઈકાલે સવારે સાની નદીના પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ જીજે-૩૭ટી ૧૨૨ નંબરનો છકડો રિક્ષા મીલરને પાછળ બાંધીને જતો હતો. તે રિક્ષામાંથી અચાનક જ મીલર છુટુ પડી જતા અને તે મીલર રોડ વચ્ચે ઊભું રહી જતા પાછળથી મોટરસાયકલમાં આવતા કાળુભાઈ તેની સાથે ટકરાયા પછી પુલ પરથી નીચે પડ્યા હતા. આ વેળાએ પુલ નીચે પડેલો લાકડાનો ટુકડો ઉપરથી ત્રાટકેલા કાળુભાઈના પેટમાં ઘુસી ગયો હતો. આરપાર નીકળી જવાથી ગંભીર ઈજા પામેલા કાળુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. તેઓના પત્ની મંજુબેનની ફરિયાદ પરથી પોલીસે રિક્ષા ચાલક સામે ગુન્હો નોધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit