Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.પોણા છ લાખના ચેક પરતની ફરિયાદમાં જુનાગઢના દંપતીને બે વર્ષની કેદ-દંડનો આદેશ

દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૫: જામનગરની એક પેઢી દ્વારા જુનાગઢમાં વ્યવસાય કરતા દંપતી સામે કુલ રૂ।.પ,૮૬,૯૩૨ના બે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી દંપતીને બે વર્ષની કેદ તથા ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.

જામનગરમાં પટેલ પેક ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવતા ભાવિન કાનજીભાઈ પટેલ પાસેથી જુનાગઢની નિસ્બત એક્સપોર્ટ પ્રા.લિ. નામની પેઢીના ડાયરેક્ટર ઈમ્તિયાઝ તાલીબ ખોખર તથા મુમતાઝબેન ઈમ્તિયાઝ ખોખરે સામાન મંગાવ્યો હતો. જેના રૂ।.પ,૮૬,૯૩૨ ચૂકવવાના બાકી હતા.

તે રકમની ઉઘરાણી કરાતા રૂ।.૨,૮૬,૩૯૧ તથા રૂ।.૨,૯૯,૯૪૫ના બે ચેક આપવામાં આવ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી પરત ફરતા ભાવિન પટેલે નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આવો કોઈ સામાન મળ્યો નથી, કોઈ રકમ આપવાની બાકી નથી તેવો બચાવ લેવામાં આવ્યો હતો તેની સામે ફરિયાદીએ જીએસટીવાળુ બીલ મોકલાવી માલ આપ્યો હોવાની અને જીએસટીની રકમ આરોપીઓએ ક્રેડીટ પણ મેળવી લીધાની દલીલ કરાઈ હતી.

બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી અદાલતે બંને આરોપી-દંપતીને બે વર્ષની કેદ તથા રૂ।.પ,૮૬,૯૩૨નો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh